દેશ-વિદેશ
News of Thursday, 5th September 2019

અમેરિકા રાજય ઓકલાહોમામાં તળાવમાં ડૂબવાથી ર ભારતીય વિદ્યાર્થીઓના મોત

        અમેરિકાના રાજય ઓકલાહોમામાં આવેલ ટર્નર ફોલ્સ તળાવમાં ડૂબી જવાથી ટેકસાસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા ર ભારતીય વિદ્યાર્થીઓના મૃત્યુ થયા છે.

         પોલીસએ જણાવ્યું કે ડૂબી રહેલ એક ભારતીય વિદ્યાર્થીને બચાવવા માટે બીજા ભારતીય વિદ્યાર્થીએ ઝરણામાં છલાંગ મારી હતી. રિપોર્ટસ મુજબ આ પહેલા જુલાઇમાં પણ અહીંયા ર ભારતીય વિદ્યાર્થીઓ ડૂબી ગયા હતા.

         વિદ્યાર્થીઓની ઓળખ થઇ ગયેલ છે.

(10:17 pm IST)