દેશ-વિદેશ
News of Thursday, 5th August 2021

રશિયાની રાજધાની મોસ્કોમાં પ્રેમની પરીક્ષા લેવા યુવકે યુવતીને કારની છત પર બાંધીને ફેરવતા અરેરાટી મચી જવા પામી

 

નવી દિલ્હી: ઘણીવાર કપલ પોતાનો પ્રેમ અને વિશ્વાસ બતાવવા માટે વિચિત્ર હરકત કરે છે. એક રશિયન સોશિયલ મીડિયા ઈંફ્લુએંઝરે આવું કંઈક કર્યું જેવાયરલ થઈ થતા લોકોએ તેની ટીકા શરૂ કરી. યુવકે પહેલા તેની ગર્લફ્રેન્ડને કારની છત પર બાંધી, પછી આખા શહેરમાં તેને ફેરવી. યુવકે પોતે ઘટનાનો વીડિયો શેયર કર્યો છે. ઘટના રશિયાની રાજધાની મોસ્કોની છે. અહીં લોકો રસ્તા પર એક દ્રશ્ય જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા જ્યારે એક યુવક એક યુવતીને કારની છત પર બાંધીને તેને ફેરવી રહ્યો હતો. યુવાનનું નામ સર્ગેઈ કોસેન્કો છે. રશિયાનો સોશિયલ મીડિયા ઈંફ્લુએંજર છે. સ્ટંટ દરમિયાન યુવકે તેની ગર્લફ્રેન્ડને કારની છત સાથે બાંધીને શહેરમાં ફેરવી અને દરમિયાન સેંકડો લોકો બંનેને જોતા રહ્યા.

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે સર્ગેઈ પોતાની ગર્લફ્રેન્ડને કારની છત પર બાંધીને રસ્તા પર નીકળી ગયો હતો. દરમિયાન સર્ગેઈનો એક હાથ તેની ગર્લફ્રેન્ડના હાથમાં હાથકડી સાથે બાંધેલો હતો. તેણે પોતાની ગર્લફ્રેંડને દોરડા અને ટેપથી છત સાથે બાંધી હતી. સર્ગેઈ કાર પોતે ચલાવી રહ્યો હતો.

સર્ગેઈ બિંદાસ પોતાની ગર્લફ્રેન્ડને દોરડા અને ટેપથી કારની છત પર બાંધીને શહેરના રસ્તાઓ પર ફેરવી રહ્યો હતો અને ત્યાંથી પસાર થતા લોકો દ્રશ્યને આશ્ચર્યથી જોઈ રહ્યા છે. બંનેના હાથનો સાથ છુટી જાય તે માટે હાથકડી પણ બાંધવામાં આવી છે.

(6:13 pm IST)