દેશ-વિદેશ
News of Wednesday, 5th August 2020

માથે ચોકલેટ મિલ્કનો ગ્લાસ મૂકીને સ્વિમિંગ પૂલમાં તરી આ કન્યા

અમેરિકાની કેટી લેકી નામની ૨૩ વર્ષની ઓલિમ્પિક ચેમ્પિયને અત્યાર સુધીમાં વિશ્વ સ્તરની પચીસ ચેમ્પિયનશિપ જીતી છે. સૌથી વધુ તરણસ્પર્ધાઓ જીતનારી આ મહિલા સ્વિમરે તાજેતરમાં પોતાની અનોખી ટેલન્ટ દર્શાવતો વિડિયો સોશ્યલ મીડિયામાં શેર કર્યો છે. એમાં તે સ્વિમિંગ પૂલમાં એક છેડે ચોકલેટ મિલ્કનો એક ગ્લાસ સાથે ઊભી છે. તરવાનો પોઝ લઈને તે ચોકલેટ મિલ્કનો ગ્લાસ પોતાના માથે મૂકે છે અને પછી એટલી સ્મૂધલી હાથ અને પગ હલાવે છે કે તે પાણીમાં તો આગળ વધતી રહે છે, પણ માથે મૂકેલો દૂધનો ગ્લાસ એમ જ સ્થિર રહે છે. કેટી સ્વિમિંગ પૂલના બીજા છેડે પહોંચી જાય છે ત્યાં સુધી એ ગ્લાસમાંથી દૂધનો એક છાંટો પણ નીચે પડતો નથી. બીજા છેડે પહોંચીને તે અદાથી એ જ ગ્લાસમાંથી ચોકલેટ મિલ્ક પીએ છે. સોશ્યલ મીડિયા પર ઓલિમ્પિક ચેમ્પિયનની આ વિડિયો કિલપના બે મોંએ વખાણ થઈ રહ્યા છે.

(4:15 pm IST)