દેશ-વિદેશ
News of Thursday, 5th July 2018

૨૩ વર્ષ સુધી ભોંયરૂ ખોદીને ભાઇએ ઘરની નીચે સાત રૂમનું મંદિર બનાવ્યું

મોસ્કો, તા.પઃ ૧૯૮પની સાલમાં ૪૪ વર્ષના લીવોન એરાકેલ્યન નામના ભાઇને તેમની વાઇફે ઘરની નીચે ચીજો મૂકી શકાય એ માટે ભંડકિયું ખોદવાનું કહ્યું આર્મેનિયાના અરિની નામના ગામની આ વાત છે. કહ્યાગરા પતિએ પત્નીએ કહ્યું એ મુજબ જમીનમાં ભંડકિયું ખોદીને તૈયાર કરી દીધું. જોકે જમીન ખોદવાના કામમાં લીવોનને એટલી મજા આવવા લાગી કે તેણે ઘરની નીચે ખોદકામ બંધ કર્યુ જનહીં. છેલ્લાં ૨૩ વર્ષથી તે રોજ જમીન ખોદતો રહ્યો. લીવોનનું કહેવું હતું કે તેને ઊંઘમાં કેટલાક ભેદી સપનાં આવ્યાં હતાં. તેને કોઇ ખાસ અવાજ સંભળાતો અને એ જગ્યાએ મંદિર બનાવવાનું કોઇ કહેતું. આ સપનું પૂરૃં કરવા માટે તે રોજના અઢાર કલાક ખોદકામ કરતોફ શરૂઆતમાં જમીન બહુ કઠણ હતી એટલે ખોદકામ ખૂબ જ અઘરું હતું. એ છતાં તેણે ઊંડો ખાડો ખોદવાનું ચાલુ રાખ્યું. આખરે વીસ મીટર ઊંડે થોડીક નરમ જમીન આવી એટલે તેણે એમાં આજુબાજુમાં પણ ખોદકામ પ્રસરાવ્યું.  તેણે લગભગ ૨૮૦ સ્કવેર મીટર એટલે કે લગભગ ૩૦૦૦ સ્કવેર ફુટનું ભોંયરું બનાવી દીધું. જે સાત અલગ-અલગ ઓરડામાં ડિવાઇડ થાય છે. લીવોને જમીન ખોદીને લગભગ ૪પ૦ ટ્રક ભરાય એટલી માટી ખોદી કાઢી હતી. જોકે ૨૦૦૮ની સાલમાં આ ભાઇનું હાર્ટ-અટેકને કારણે મૃત્યુ થયું. એ પછી તેની પત્નીએ પતિનું સપનું પૂરૂ કર્યુ. તૈયાર સાત ઓરડામાં ભગવાનની મૂર્તિ સ્થાપિત કરીને એમાં મંદિર બનાવ્યું અને હવે એને મેઇન્ટેઇન પણ કરે છે. છેલ્લા લગભગ એક દાયકાથી અરિની ગામમાં આ સૌથી મોટું ટૂરિસ્ટ અટ્રેકશન બની ગયું છે. (૨૩.૧૩)

(4:51 pm IST)