દેશ-વિદેશ
News of Thursday, 5th July 2018

બોયઝ, લકઝરી ચીજો ઙ્ગખરીદવાની ઇચ્છા વધુ છે? તો એ પુરુષ-હોર્મોનને આભારી છે

નવીદિલ્હી, તા.૫: તમને બ્રેન્ડેડ, લકઝુરિયસ અને મોંઘી હોય એવી ચીજો જ ખરીદવવાની ઇચ્છા થતી હોય અથવા તો એવી ચીજો ન વસાવી શકવાનો વસવસો બહુ થતો હોય તો એ તમારા શરીરમાં રહેલા પુરુષ-હોર્મોન ટેસ્ટોસ્ટેરોને આભારી છે. અમેરિકાની કેલિફોર્નિયા ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજીના નિષ્ણાતોનું કહેવું છે કે ટેસ્ટલસ્ટેરોન અગ્રેસિવ પ્રકૃતિ ધરાવે છે એટલું જ નહીં,  એ ઊંચા સ્ટેટસની ઝંખના સાથે પણ સંકળાયેલો હોર્મોન પણ છે. આ હોર્મોન વધુ હોય તેમનામાં સ્ટેટસ-પ્રોટેકિંટગ બિહેવિયર વધુ પ્રબળ હોય છે. અભ્યાસમાં અઢારથી પંચાવન વર્ષની વયના ૨૫૦ પુરુષોના બે જૂથ પાડવામાં આવ્યા. એક જૂથના લોકોમાં ટેસ્ટોસ્ટેરોન હોર્મોનની જેલ ત્વાચા પર લગાવવામાં આવી જયારે બીજા જૂથના લોકો પર લગાવવાની જેલમાં ટેસ્ટોસ્ટેરોન હોર્મોન નહોતું. આ મલમ લગાવ્યા પછી તેમને ઘરે જવાનું અને ચાર કલાક પછી ફરીથી લેબોરેટરીમાં પાછા આવવાનું કહેવામાં આવ્યું. આવ્યા પછી તેમને એક ટાસ્ક આપવામાં આવ્યો. તેમને કઇ ચીજો ગમે છે અને કઇ નહીં એની પસંદગી કરવાનું કહેવામાં આવ્યું. આ તમામ ચીજો સાથે એ કઇ બ્રેન્ડની છે અને સોશ્યલ સ્ટેટસમાં ૧ થી ૧૦ના પોઇન્ટ-ટેબલમાં કયાં છે એ સ્પષ્ટ લખવામાં આવ્યું હતું. આ ચીજોની કિંમત દર્શાવતી કેટલીક જાહેરાતો પણ તેમને બતાવવામાં આવી.

અભ્યાસકર્તાઓએ નોંધ્યું હતું કે જે પુરુષો પર ટેસ્ટોસ્ટેરોન હોર્મોનવાળી જેલ લગાવવામાં આવી હતી તેમણે હાઇ-સ્ટેટસ ધરાવતી મોંધી, લકઝુરિયસ ચીજો વધુ પસંદ કરી હતી. હોર્મોન વિનાની જેલ ધરાવતા પુરુષોએ એવરેજ કિંમત ધરાવતી ચીજો પસંદ કરી હતી.(૨૨.૧૧)

(4:29 pm IST)