દેશ-વિદેશ
News of Thursday, 5th July 2018

કરીઅર માટે નહીં, યોગ્ય પાર્ટનર ન મળતો હોવાથી સ્ત્રીઓમાં એગ-ફ્રીઝિંગનું પ્રમાણ વધુ

નવી દિલ્હી, તા.પઃ મોટી ઉંમરે મમ્મી બનવામાં મુશ્કેલી ન પડે એ માટે યંગ એજમાં જ ઓવરીમાંથી એગ્સ કાઢીને પ્રિઝર્વ કરાવી લેવાની પ્રણાલી છેલ્લા પાંચ-દસ વર્ષમાં વધુ પ્રચલિત બની છે. મોટા ભાગે એવી માન્યતા છે કે જે સ્ત્રીઓ કરીઅર બનાવવા માટે લગ્ન પાછાં ઠેલે છે અથવા તો બાળક કરવામાં મોડું કરવા માગે છે તેઓ એગ-ફ્રીઝિંગ કરાવે છે. અમેરિકાની યેલ યુનિવર્સિટીના રિસર્ચરોએ એગ-ફ્રીઝિંગ કરાવતી મહિલાઓ કરીઅર માટે થઇને માતૃત્વ પાછું ઠેલતી હોય કે એગ-ફ્રીઝિંગ કરાવતી હોય એવું ઓછું છે. અભ્યાસમાં ડેટાનું વિશ્લેષણ કરીને તારવાયું છે કે એગ-ફ્રીઝિંગ કરાવતી ૮પ ટકા સ્ત્રીઓ સિંગલ અને પાર્ટનર વિનાની હતી. આ સ્ત્રીઓમાં પણ છ અલગ-અલગ સંજોગોની તપાસ કરવામાં આવી. જેમ કે મહિલા સિંગલ હોય, છૂટાછેડા લીધા હોય કે લેવાની હોય, સંબંધમાંથી બ્રેકઅપ થયું હોય, વિદેશમાં કામ કરતી હોય, બાય ચોઇળ સિંગલ મધર બનવા માંગતી હોય કે કરીઅરનું પ્લાનિંગ કરીને પછી મા બનવા માગતી હોય. અભ્યાસકર્તાઓએ નોંધ્યું હતું કે હાલમાં ૩૦ વર્ષ પાર કરી ચૂકેલી મોટા ભાગની મહિલાઓ ભણતર અથવા તો કરીઅરની બાબતમાં પોતાના ગોલ્સ અચીવ કરી ચુકેલી હોય છે. મોટા ભાગે સ્ટેબલ અને લાંબા ગાળાના પાર્ટનરના અભાવે સ્ત્રીઓ એગ-ફ્રીઝિંગના ઓપ્શન તરફ વળે છે. (૨૩.૧૪)

(4:18 pm IST)