દેશ-વિદેશ
News of Saturday, 5th June 2021

અરેબિયન ગલ્ફમાં આવેલ કતાર દેશ વિશ્વનો સૌથી સમૃદ્ધ દેશ ગણાય છે

નવી દિલ્હી: અરેબિયન ગલ્ફમાં આવેલા કતાર દેશ વિશ્વમાં ખનીજ તેલ ઉત્પન્ન કરતા દેશો પૈકીનો સૌથી સમૃધ્ધ દેશ છે. તે ખનીજ તેલ અને કુદરતી ગેસ ધરાવતા દેશોમાં ત્રીજા ક્રમે છે. કતારનો માથાદિઠ જીડીપી ૧૨૮૭૦૨ ડોલર છે. એક પણ નાગરીક ગરીબી રેખાની નીચે જીવતો નથી. આ દેશની કુલ વસ્તી ૨૬ લાખ જેટલી છે. ૧૧૫૮૧ વર્ગ કિમી ક્ષેત્રફળ ધરાવતા કતારમાં વિદેશથી આવીને મહેનત મજુરી કરતા લોકોની સંખ્યા વધારે છે. નવાઇની વાત તો એ છે કે રણપ્રદેશ ભૂમિ ધરાવતા કતાર દેશ પાસે જંગલ વિસ્તાર જ નથી. કતારની વાયવ્ય દિશામાં ઇરાનના અખાતમાં આવેલો બહેરીન પણ જંગલ ધરાવતો નથી. પ્રાપ્ત માહિતી મુજબ ૮.૩ સ્કવેર મીટર વિસ્તારમાં કતારે જંગલ ઉભું કરવાના પ્રયાસો શરુ કર્યા છે. કતાર ઉપરાંત વિશ્વમાં એક ટકો કરતા પણ ઓછો ફોરેસ્ટ એરિયા ધરાવતા દેશોમાં લિબિયા (૦૧૨ ટકા)બહેરીન (૦.૬૭ ટકા) અને માલ્ટા (૦.૯૫ ટકા) નો સમાવેશ થાય છે.

 

(5:23 pm IST)