દેશ-વિદેશ
News of Friday, 5th June 2020

કોરોનાના કારણોસર કતારની આ કંપનીના ગુજરાતના મોટી સંખ્યામાં કર્મચારીઓ ફસાયા

નવી દિલ્હી: કોરોના મહામારીને રોકવા સમગ્ર દેશમાં લોકડાઉન કરવામાં આવ્યું હતું અને પછી હવે અનલોક-1 ચાલી રહ્યું છે,વડોદરા સહિત ગુજરાતના બે હજાર જેટલા કર્મચારીઓ કતારની ક્યુ કોન કંપનીમાં બે મહિનાથી ફસાઈ ગયા છે.કતારમાં બે મહિનાથી વગર પગારે ફસાયેલા આ ગુજરાતીઓની ધીરજ હવે ખૂટી છે.કતારમાં ફસાયેલા લોકો પાસેથી પૈસા તો ખુટી જ ગયા છે, તેની સાથે તેમને જમવાનું પણ સારૂ આપવામાં આવતું નથી.તેઓ અહીં ફસાયેલા હોવાથી તેમનો પરિવાર પણ ચિંતામાં છે.તેમના કહેવા પ્રમાણે ,પાકિસ્તાને તેમના કર્મચારીઓને પરત બોલાવ્યા છે.ત્યારે ફસાયેલા કર્મચારીઓની ભારત સરકાર મદદ કરે તેવી આશા છે.તથા ફસાયેલા યુવકોએ જણાવ્યું હતું કે, અહીં એક મહિનાનું જ કામ હતું.તેમજ એ કામ પૂર્ણ પણ થઈ ગયેલ છે.કામ પૂર્ણ થયું હોવાથી તેમને કંપની દ્વારા રૂમ પર બેસાડી દેવામાં આવ્યા છે.

(6:22 pm IST)