દેશ-વિદેશ
News of Tuesday, 5th June 2018

IS હુમલામાં 3 સૈનિકો મોતને ભેટ્યા

નવી દિલ્હી: પાકિસ્તાનના અશાંત બલુચિસ્તાન પ્રાંતમાં એક સુરક્ષા સ્થાન પર ઇસ્લામિક સ્ટેટે બે બોંબ હુલમાવરોના હુમલામાં સૈનિક લોકોમાંથી ઓછામાં ઓછા ત્રણ જવાનો મોતને ભેટ્યા છે અને ચાર અન્ય ને ઇજા પહોંચી હોવાનું જાણવામાં આવી રહ્યું છે.હુમલાખોરો ભારે હથિયારો સાથે આવ્યા હોવાનું જાણવામાં આવી રહ્યું છે.સુરક્ષા અધિકારીએ જણાવ્યું હતું કે બે હુમલાખોરોએ સૈનિકની સુરક્ષા સ્થાન પર હુમલો કર્યો જેમાં ત્રણ સૈનિકોના મોત નિપજ્યા અને અન્ય ચારને ઇજા પહોંચી છે.

(6:51 pm IST)