દેશ-વિદેશ
News of Tuesday, 5th June 2018

એન્જીનમાં અચાનક ખરાબી આવતા રસ્તા પર પ્લેન લેન્ડિંગ કરવું પડ્યું

નવી દિલ્હી: અમેરિકામાં એન્જીનમાં ખરાબી આવવાના કારણે એક મહિલા ટ્રેની પાયલોટે ગીચ વાળા રસ્તા પર વિમાનની કઢંગી હાલતમાં લેન્ડિંગ તાત્કાલિક કરી દીધું હોવાનું જાણવામાં આવી રહ્યું છે અને લોકો આ વાતને ચમત્કાર માની  રહ્યા છે આ ઘટના કેલિફોર્નિયાની છે જ્યાં અચાનક ઉડાન દરમ્યાન વિમાનના એન્જીનમાં ખરાબી આવી જવાના કારણે એક મોટી ઘટના ન બને એટલા માટે લેન્ડિંગ ટ્રાફિકની વચ્ચે કરી દેવાની નોબત આવી છે.આ પ્રકારનું લેન્ડિંગ કરવું પાયલોટ માટે ખુબજ મુશ્કેલી ભર્યું હોય છે.

(6:51 pm IST)