દેશ-વિદેશ
News of Tuesday, 5th June 2018

એકાંતરે એકટાણું કરવાથી વજન ઝટપટ ઘટે

વોશિંગ્ટન તા. ૫ : શિકાગોની યુનિ.ના અભ્યાસકર્તાઓનું કહેવું છે કે દર બીજા દિવસે વ્રત કરવાથી વજન ઝડપથી ઘટે છે. બાર સપ્તાહના અભ્યાસમાં રિસર્ચરોએ પાર્ટિસિપન્ટ્સને એક દિવસ નોર્મલ ખાવાનું આપીને દર બીજા દિવસે એકટાણું કરાવડાવ્યું. આ એક વખતના ભોજનમાં ડેઇલી કેલરીની જરૂરિયાતના માત્ર રપ ટકા જેટલી કેલરી આપવામાં આવી.

મતલબ કે જે દિવસે એકટાણું કરવાનું હોય ત્યારે ભોજનમાં માત્ર ૪૦૦થી ૬૦૦ કેલરી જ મળે એવું ભોજન અપાયું, એમાં ૩૦ ટકા કેલરી ફેટમાંથી, ૧પ ટકા પ્રોટીનમાંથી અને પપ ટકા કાર્બોહાઇડ્રેટમાંથી મળે એ રીતે વાનગીઓ આપવામાં આવી હતી. વ્રતના દિવસે પણ થોડુંક ખાધું હોવાથી પાર્ટિસિપન્ટ્સને સાવ જ ભૂખ્યા રહેવું પડ્યું હોવાનું ફીલ ન થયું. એ ઉપરાંત બાર વીકના અંતે તેમના વજનમાં ૧૧ ટકા જેટલો ઘટાડો થયો હતો.

(3:50 pm IST)