દેશ-વિદેશ
News of Tuesday, 5th June 2018

પેટથી જોડાયેલી ટાન્ઝાનિયાની બે બહેનો ર૧ વર્ષે મૃત્યુ પામી

ટાન્ઝાનિયામાં મારિયા અને કોન્સોલેટા મ્વાકિકુટી નામની બહેનો પેટના ભાગથી જોડાયેલી હતી. તેમના શરીરને કોઇ રીતે જુદું પાડી શકાય એમ નહોતું. આ બહેનોના પિતા બહુ નાની ઉંમરે મૃત્યુ પામ્યા એટલે તેની મમ્મીએ દિકરીઓને તરછોડી દીધી હતી. મારિયા અને કોન્સોલેટાને કેથલિક મિશને મોટી કરી હતી. શારીરિક અડચણો હોવા છતાં બન્નેએ ભણવાનું ચાલુ રાખેલું. હજી ગયા સપ્ટેમ્બર મહિનામાં ઇંગ્લીશ, સ્વાહિલી અને હિસ્ટરી જેવા વિષયો ભણી રહી હતી. જોકે છેલ્લા ચારેક મહિનાથી બન્નેને હૃદયની સમસ્યા થઇ હતી. લાંબી બીમારી પછી બન્ને મૃત્યુ પામી. મૃત્યુ પહેલા મારિયાએ યુનિવર્સિટીના ટીચર્સ અને પેરન્ટસને અપીલ કરી હતી કે તમારા હેન્ડિકેપ્ડ બાળકોને ઘરમાં પૂરી ન રાખશો, તેમને પણ બહાર નીકળવાનો મોકો આપો. મારિયા અને કોન્સોલેટા પોતાનું તમામ કામ જાતે કરતા શીખી ગયેલી અને લોકો તેમને જોવા માટે દૂર-દૂરથી યુનિવર્સિટીમાં આવતા હતા.

(3:51 pm IST)