દેશ-વિદેશ
News of Tuesday, 5th June 2018

રિક્ષા પર કાર લાદીને વેચવા નીકળવાનું મોંઘું પડી ગયું

ચીની સોશ્યલ મિડીયા સાઇટ્સ પર એક વિડીયો જબરો વાઇરલ થયો છે. ઝેજિઆન્ગમાં ફિલ્માવાયેલી આ કિલપમાં એક રિક્ષાચાલક તેની ખુલ્લી રિક્ષાની ઉપર એક સેડાન કારને લાદીને રસ્તા પર જઇ રહયો છે. વાત એમ છે કે આ કાર ભંગારમાં વેચવાની હતી. રિક્ષાચાલકે એ ૮૦૦ યુઆન એટલે કે લગભગ ૫૩૦૦ રૂપિયામાં ખરીદી હતી. તે આ કારના પાર્ટ્સ જુદા કરીને જન્કયાર્ડમાં વેચવા  માટે જઇ રહયો હતો, પરંતુ ત્રણ પૈડાંની રિક્ષા પર ભારેખમ કાર બાંધીને લઇ જવા બદલ પોલીસે તેને અધવચ્ચે જ રોકી પાડયો. નિયમનાં ભંગ માટે ૧૩૦૦ યુઆન એટલે કે ૧૩,૫૦૦ રૂપિયાનો દંડ કરી દીધો.

(3:46 pm IST)