દેશ-વિદેશ
News of Tuesday, 5th June 2018

આ ડોરબેલ નાખશો તો ઓફિસમાં બેઠા ખબર પડી જશે કે તમારા ઘરે કોણ આવ્યું

નવી દિલ્હી તા. પ :.. ગૂગલ પર દુનિયાભરની માહિતી તમને મળી જાય છે, પણ જો તમે ઘરથી દૂર હો તો તમારા ઘરે કોણ આવ્યું કે ગયું એની ખબર નહોતી મળતી. જો કે હવે ગુગલે ખાસ નવી ટેકિનક ધરાવતી ડોરબેલ તૈયાર કરી છે. નેસ્ટ હેલો નામની આ બેલમાં ફેશ્યલ રેકગ્નિશન ટેકનોલોજી છે. આ બેલ દરવાજા પાસે ઊભેલી વ્યકિતનો વિડીયો રેકોર્ડ કરી શકે છે. વાઇ-ફાઇથી કનેકટ રહેતી આ સ્માર્ટ ડોરબેલમાં વાઇડ એન્ગલ કેમેરા લાગેલો છે. આ કેમેરા દિવસે જ નહીં, નાઇટ વિઝન મોડમાં પણ કામ કરે છે. જેવું કોઇ તમારા ઘરના દરવાજે આવે છે, ડોરબેલમાં લાગેલો કેમેરા વ્યકિતને ઓળખી લે છે અને ઘરની અંદર લાગેલા કનેકટેડ ડીવાઇસમાં તે વ્યકિત જોઇ શકાય છે. જો તમારા ઘરમાં ગૂગલ અસિસ્ટન્ટ સ્પીકર લાગેલું હોયતોઆ ડોરબેલ જાતે જ બોલશે કે ઘરની બહાર કોણ ઊભું છે.જો તમે ઘરે ન હો તો ઘરની અંદરના  વિડીયો-ડીસ્પ્લેને તમે સ્માર્ટ ફોન દ્વારા જોડી શકો છો. ઘરે જે કોઇ આવ્યું હોય તેની સાથે તમે ઓફીસમાં બેઠા-બેઠા વાત કરી શકો છો. તમે ચાહો તો તમે આવનાર વ્યકિત માટે કોઇ સંદેશો મુકવા ઇચ્છતા હો તો એ પણ આ ડોરબેલ પહોંચાડી દે છે. આ ઘંટડીની કિંમત રર૯ પાઉન્ડ એટલે કે ર૦,પ૦૦ રૂપિયા છે. ભારતમાં હજી આ ડોરબેલ કયારે લોન્ચ થશે એ સ્પષ્ટ નથી, પરંતુ ઇંગ્લેન્ડમાં એ ધુમ વેચાય છે. (પ-ર૧)

(3:49 pm IST)