દેશ-વિદેશ
News of Wednesday, 5th May 2021

ચીને અંતરિક્ષમ શાસન કરવાના હેતુથી લોંચ કરેલ રોકેટ વિશ્વની સુરક્ષા માટે ખતરો બન્યું હોવાની માહિતી

નવી દિલ્હી: અંતરિક્ષમાં શાસન કરવાના હેતુથી ચીને એક પછી એક અનેક રોકેટ લોન્ચ કર્યા, તે વિશ્વની સુરક્ષા માટે મોટો ખતરો બની ગયો છે. ચીનનું 21 ટનનું વિશાળકાય રોકેટ અવકાશમાં અનિયંત્રિત થઈ ગયું છે અને હવે તે પૃથ્વી તરફ આગળ વધી રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ચીનનું ભારે રોકેટ ક્યાં પડશે, તે બરાબર જાણી શકાયું નથી. નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે જો કોઈ ચીની રોકેટ પૃથ્વી પરના વસ્તીવાળા ક્ષેત્રમાં ટકરાશે તો મોટા પ્રમાણમાં વિનાશ સર્જાય તેવી શક્યતાઓ છે. એવી આશંકા છે કે રોકેટનો કાટમાળ ન્યૂયોર્ક, મેડ્રિડ અને બેઈજિંગ જેવા શહેરોમાં ક્યાંય પણ પડી શકે છે. ચાલો જાણીએ શું છે આખો મુદ્દો ચીને ગુરુવારે પોતાનું લોંગ માર્ચ 5B રોકેટ લોન્ચ કર્યું હતું અને નિષ્ણાતોને આશંકા છે કે તે આગામી દિવસોમાં પૃથ્વી પર ક્યાંય પણ પડી શકે છે. પૃથ્વીના ચક્કર લગાવતા ઓબ્જેક્ટ પર નજર રાખનારા ખગોળશાસ્ત્રી જોનાથન મેકડોવેલે સ્પેસ ન્યૂઝને જણાવ્યું હતું કે સેટેલાઈટ હાલમાં ન્યૂયોર્ક, મેડ્રિડ, બેઈજિંગથી ઉત્તર અને દક્ષિણ તરફ ચિલી અને ન્યુઝીલેન્ડ તરફ વાળવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે ચીની રોકેટ પ્રદેશમાં ગમે ત્યાં ત્રાટકશે.

(6:18 pm IST)