દેશ-વિદેશ
News of Tuesday, 4th May 2021

બ્રિટનમાં લોકડાઉનની વિદાય બાદ ફરી એક વાર ઉજવણીના મૂડમાં આવ્યા લોકો

નવી દિલ્હી: બ્રિટન કોરોના સંક્રમણની લાદવામાં આવેલા લોકડાઉનની વિદાય બાદ હવે ફરી એક વખત ઉજવણીના મૂડમાં છે. એક તરફ પબ અને બાદમાં લોકો ત્રણ માસની 'તરસ' છીપાવવા આવ્યા હોય તેમ ચીલ્ડ પીપરની મોજ ઉડાવે છે. રવિવારે કેમ્બ્રીજમાં 80 વર્ષ જુની સીઝેરીયન સન્ડેની ઉજવણી થઈ જે ગત વર્ષ લોકડાઉનના કારણે થતઈ શકાતી નથી. સી-સન્ડે અથવા સીઝેરીયન સન્ડે ની ઉજવણી મે માસના અંતે શરુ થનારી વાર્ષિક પરીક્ષાઓ પૂર્વે એક માસનું રિવીઝન કરવાની રજા પડતી હોય છે અને તે પૂર્વે મે માસના પ્રથમ રવિવાર ફર્સ્ટ એન્ડ હોલીડેતરીકે આવતા રવિવારે વિખ્યાત કેમ્બ્રીજ યુનિ.ના હજારો વિદ્યાર્થીઓ હજુ કોરોના નિયંત્રણો અમલમાં છે તેની ઐસીતૈસી કરીને ઉમટયા હતા.

જેમાં અહીના ગ્રીન એરીયામાં 3000થી વધુ વિદ્યાર્થીઓએ શરાબની ખૂબ મજા ઉડાવીને ઝાડીઓમાં લઘુ શંકા કરવાની પણ દૌટ મુકાય છે. વિદ્યાર્થીઓ ખૂબ શરાબ કે બીયર પીને ઢગલો થાય ત્યાં સુધી પીવે છે. કેમ્બ્રીજના ખુલ્લા મેદાનની ઝાડીઓ બીયર કેન અને પ્લાસ્ટીક બોટલોથી ઉભરાઈ જાય છે.હજું અહી લોકોથી વધુને એકત્ર થવા પર પ્રતિબંધ છે છતાં પણ તેની પરવા કરી નથી અને પોલીસ અધિકારીઓ પણ તેમને રોકી શકયા હતા. અત્યંત ઘોંઘાટભર્યુ સંગીત, ડાન્સ અને ડ્રીન્ક તમામ કલાકો સુધી ચાલ્યું હતું.

(5:15 pm IST)