દેશ-વિદેશ
News of Monday, 5th April 2021

કાબુલના કારાબાગ જિલ્લામાં સેનાના વાહનને નિશાન બનાવીને કરવામાં આવેલ વિસ્ફોટમાં એક સૈનિકનું મોત:ચાર ઈજાગ્રસ્ત

નવી દિલ્હી:કાબુલના કારાબાગ જિલ્લામાં સોમવારના રોજ  સેનાના એક વાહનને નિશાન બનાવીને કરવામાં આવેલ એક વિસ્ફોટમાં એક જવાન શહીદ થયા હોવાનું માલુમ પડી રહ્યું છે તેમજ અન્ય ચાર જવાનોને ગંભીર રીતે ઇજા પહોંચી હતી. સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ વિસ્ફોટ સ્થાનિક સમયાનુસાર 7વાગ્યાની આસપાસ કરવામાં આવ્યો હતો સુરક્ષાબળોની ટીમે એક માઇનને જપ્ત કરીને તેને ડિફ્યુઝ કરી દીધો હતો. હજુ સુધી આ વિસ્ફોટની જવાબદારી કોઈ પણ સંગઠન દ્વારા લેવામાં આવી નથી.

(6:13 pm IST)