દેશ-વિદેશ
News of Friday, 5th March 2021

ઓસ્ટ્રેલિયાની એરલાઈંસે ક્વેન્ટાસે પ્રવાસીઓ માટે રહસ્યમય ફ્લાઈટનું અનોખું આયોજન કર્યું હોવાની માહિતી

નવી દિલ્હી: ઑસ્ટ્રેલિયાની એરલાઈન્સ ક્વેન્ટાસે પ્રવાસીઓ માટે મિસ્ટરિયસ (રહસ્યમ) ફ્લાઈટનું આયોજન કર્યું છે. જેમાં પ્રવાસીઓને ક્યાં લઈ જવાશે એ કહેવામાં નહીં આવે. પરંતુ પ્રવાસીઓને મનોરંજન કરાવાશે એની કંપની ખાતરી આપે છે. કોરોનાને કારણે લોકો ઘરે રહીને કંટાળ્યા છે. બીજી તરફ દેશ બહાર જવા માટે અનેક પ્રકારના નિયમો છે. એ સંજોગોમાં પ્રવાસીઓને હવાફેર કરવા કંપનીએ ૪ માર્ચથી રસપ્રદ સ્કીમ લોન્ચ કરી છેે.

             એરલાઈન્સે જણાવ્યું હતું કે અમે પ્રવાસીઓને સરપ્રાઈઝ સફરે લઈ જશું અને અમુક કલાકો પછી પરત ઉતારી દઈશું. આ ફ્લાઈટ માર્ચ-એપ્રિલ દરમિયાન નક્કી કરેલી તારીખોએ ત્રણ શહેર સિડની , બ્રિસ્બેન અને મેલબોર્નથી ઉપડશે. બોઈંગ-૭૭૭ વિમાનમાં પ્રવાસીઓને ઉપાડયા પછી શહેરની બહાર કોઈ રસપ્રદ સ્થળે લઈ જવાશે. પ્રવાસીઓને ત્યાં મનોરંજક પ્રવૃત્તિ કરાવાશે અને નાસ્તો-પાણી અપાશે. ફ્લાઈટનો એક વખતનો પ્રવાસ બે કલાકથી વધારેનો નહીં હોય, પરંતુ શહેરી ભીડભાડથી દૂર હશે.

(6:33 pm IST)