દેશ-વિદેશ
News of Friday, 5th March 2021

સંયુક્ત રાષ્ટ્રસંઘની આંતરરાષ્ટ્રીય સંસ્થા ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઈઝેશન દ્વારા ફૂડ પ્રાઈઝ ઇન્ડેક્સ જાહેર કરવામાં આવ્યું

નવી દિલ્હી: ખાદ્યાન્ન અંગેની સંયુક્ત રાષ્ટ્રસંઘની આંતરરાષ્ટ્રીય સંસ્થા ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઈઝેશન (એફએઓ-ફાઓ)એ આજે ફૂડ પ્રાઈઝ ઈન્ડેક્સ જાહેર કર્યો હતો. એ પ્રમાણે સતત નવમા મહિને આખા જગતમાં ખાદ્યાન્ન ચીજોની કિંમતમાં વધારો નોંધાયો હતો.

             ફાઓ દ્વારા દર મહિને ફૂડ પ્રાઈઝ ઇન્ડેક્સ રજૂ થાય છે. આ ઈન્ડેક્સનો આંક 100 હોય તો ભાવ સમપ્રમાણ ગણવામાં આવે છે. ફેબુ્રઆરીનો ઈન્ડેક્સ 116 નોંધાયો હતો.બીજી તરફ સંયુક્ત રાષ્ટ્રસંઘે અહેવાલ આપ્યો હતો કે વિશ્વમાં વર્ષે જેટલું ફૂડ પેદા થાય છે, તેમાંથી 17 ટકા ફૂડ વેસ્ટ થાય છે. આ વેસ્ટ ફૂડની ગણતરી કરીએ તો 1.03 અબજ ટન જેટલો તેનો જથ્થો થાય.સામે પક્ષે કરોડો લોકોને એક ટંક પુરતું ભોજન મળતું નથી. ફૂડની વૈશ્વિક વિતરણ વ્યવસ્થામાં ભારે અસમાનતા છે. આ ફૂડ વેસ્ટ પૈકી 61 ટકા તો ઘરમાં જ વેસ્ટ થાય છે, જ્યારે બાકીનું ફૂડ વેસ્ટ રેસ્ટોરાં અને ફૂડ ચેઈન્સમાં થાય છે.

(6:32 pm IST)