News of Tuesday, 5th March 2019
લંડનના એક દર્દીને એચઆઇવીમાંથી મળ્યો છુટકારો
નવી દિલ્હી:બ્રિટેનમાં એક વ્યક્તિને સ્ટેમ સેલ પ્રતિરોપણ પછી લાઈલાજ તેમજ જીવલેણ બીમારી એડ્સ સંક્રમણથી મુક્ત થવાની ઘટના સામે આવી છે સ્ટેમ સેલ પ્રતિરોપણ પછી એડ્સ વિષાણુ મુક્ત હોવાની આ બીજી ઘટના પ્રકાશમાં આવી છે આ પહેલા બર્લિનમાં એક દર્દીને આ વિષાણુમાંથી છુટકારો મળ્યો હતો. લંડનમાં પ્રતિરોપણના લગભગ 19 મહિના પછી વ્યક્તિને વિષાણુનો કોઈ સંકેત મળ્યો નથી.
(7:07 pm IST)