દેશ-વિદેશ
News of Monday, 5th February 2018

પાકિસ્તાનમાં જમાત-એ-ઇસ્લામી નેતાની ગોળીમારી હત્યા

નવી દિલ્હી: પાકિસ્તાનના પશ્ચિમી ભાગના ખૈબર પખ્તુનખ્વાના બન્ર્સ મુગલશેખ ક્ષેત્રમાં રવિવારે ઇસ્લામી પાર્ટીના સ્થાનિક નેતાની અજાણ્યા બંદૂકધારીઓએ હત્યા કરી દીધી હોવાનું જાણવામાં આવી રહ્યું છે ડોર્ન અખબાર દ્વારા મળતી માહિતી મુજબ જાણવા મળી રહ્યું છે કે મોટરસાયકલ પર આવેલ હુમલાખોરએ ગોળી મારીને જમાત-એ-ઇસ્લામીના સ્થાનિક નેતા મલિક તુફેલને મોતને ઘાટ ઉતારી દીધા છે.હુમલાખોરો ઘટનાને અંજામ આપીને તુરત ત્યાંથી ફરાર થઇ ગયા હતા.પોલીસે ફરિયાદ નોંધીને તેમને પકડવાની કાર્યવાહી હાથ ધરી છે.

 

(7:00 pm IST)