News of Monday, 5th February 2018
ચીન:કારખાનામાં ઝેરીલો ગેસ લીકેજ થવાના કારણે 8 લોકોએ જીવ ગુમાવવાની નોબત આવી
નવી દિલ્હી: દક્ષિણ ચીનના ગુઆંગજૌ પ્રાંતમાં એક લોઢાના કારખાનામાં ગેસ લીકેજ થવાના કારણે 8 લોકોના જીવ ચાલ્યા ગયા હોવાનું જાણવામાં આવી રહ્યું છે સરકારી મીડિયા દ્વારા મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આજે સાંજે સહોગોન શહેરના શોગશાન આયર્ન કારખાનામાં આ ઘટના ઘટી હતી જેમાં 8 લોકોના મોત નિપજ્યા છે અને ઘણા લોકોની શ્વાસ ન લઇ શકવાના કારણે હાલત ગંભીર છે.ઘટના ક્યાં કારણોસર બની છે તે અંગે તપાસ ચાલી રહી છે.
(6:55 pm IST)