દેશ-વિદેશ
News of Tuesday, 5th January 2021

બ્રિટનમાં આ શખ્સ જેલમાં ખાવા માટે સમોસા અનોખી રીતે છુપાવીને લઈ ગયો

નવી દિલ્હી: લોકોની હાલત એવી થઇ છે જાણે માનવી ખાવા માટે જીવી રહ્યો છે. એમાં પણ જન્ક ફૂડનો ચસકો જલદી છુટતો નથી. આવા ચસકામાં ઘણીવાર વિચિત્ર ઘટના પણ પ્રકાશમાં આવતી હોય છે. બ્રિટનમાં જેલના એક કેદીને સમોસા ખાવાની અદમ્ય ઇચ્છા થઇ હતી જે પુરી કરવા તેણે એકદમ વિચિત્ર જે કોશિસ કરી હતી જાણીને આશ્ર્ચર્ય થયા વિના રહે. બ્રિટનની વેસ્ટ મિડલેન્ડ્સ પોલીસના ક્રિમિનલ જસ્ટિસ ડિપાર્ટમેન્ટના ઇન્સ્પેકટર મંજ અહિરેએ જણાવ્યા અનુસાર એક કેદીને સમોસા ખાવાની ઇચ્છા થઇ હતી. જેલમાં બહારનું ખાવાનું લઇ જવાની પરવાનગી હોવાથી તેણે જેલમાં જતાં પહેલા સમોસાને પેન્ટમાં પાછળના ભાગે છુપાવી દીધા હતાં.

(5:29 pm IST)