દેશ-વિદેશ
News of Friday, 4th December 2020

અમેરિકાના કેલિફોર્નિયાની અનોખી ઘટના: લગ્નના ત્રણ દિવસ પહેલા યુવતી કોરોના પોજીટીવ આવતા યુવકે કર્યો આ જુગાડ

નવી દિલ્હી: અમેરિકાના કેલિફોર્નિયામાં એક અનોખી ઘટના સામે આવી છે જે હાલમાં સોશિયલ મીડિયામાં ખુબજ વાયરલ થઇ રહી છે મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે લગ્નના ત્રણ જ દિવસ પહેલા દુલહન કોરોના પોજીટીવ આવતા એ સમયે લગ્ન કરવા મુશ્કેલ જણાતા હતા તેમ છતાં યુવકે હાર ન માનીને એક અનોખી તરકીબ શોધી કાઢીને લગ્ન કર્યા હતા જે લગ્નના ફોટા હાલમાં વાયરલ થઇ રહ્યા છે.

         કેલિફોર્નિયાના રહેવાસી યુગલ પેટ્રિક ડેલગાડૉ અને લોરેન જીમેનેજે પોતાના લગ્ન દુલહન એક બારી પાસે બેઠી અને વરરાજાએ જમીન પર ઉભા રહીને બંનેને એક દોરડાથી બાંધ્યા અને એકબીજાને વીંટી પેરાવીને બંનેએ લગ્ન કર્યા હતા.

(5:06 pm IST)