દેશ-વિદેશ
News of Wednesday, 4th December 2019

સુડાનમાં એક ફેક્ટ્રીમાં આગ ભભુકતા અફડાતફડી: 23ના મૃત્યુ: 130થી વધુ ઈજાગ્રસ્ત

નવી દિલ્હી: સુડાનની રાજધાની ખાતુર્મમાં મંગળવારના રોજ એક ખાંડના કારખાનામાં આગ ભભૂકતા અફડાતફડી મચી જવા પામી છે. આ દુર્ઘટનામાં 23 લોકોના મૃત્યુના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે તેમજ 130થી વધુ લોકોને ગંભીર રીતે ઇજા પહોંચી હોવાનું માલુમ પડી રહ્યું છે.

                મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટનામાં મૃતક લોકોમાં ભારતીયોનો પણ સમાવેશ થઇ રહ્યો છે મંગળવારના રોજ દૂતાવાસે પોતાની  વેબસાઈટ પર આ વાતની જાણકારી શેર કરી હતી. હજુ પણ મ્રુતકઆંક વધી શકવાનું માલુમ પડી રહ્યું છે.

(6:30 pm IST)