દેશ-વિદેશ
News of Friday, 4th October 2019

સાઉદી અરબમાં સેનામાં મહિલાઓની ભરતી કરવામાં આવશે

નવી દિલ્હી: સાઉદી અરબમાં હવે મહિલાઓની સેનાની પણ ભરતી કરવામાં આવશે તેમજ આગળના ક્રમ સુધી પણ મોકલવામાં આવશે.રક્ષા મંત્રાલયે આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે થલ સેના અને વાયુ સેનામાં મહિલાઓની હવે ભરતી કરવામાં આવશે

           મહિલાઓને રક્ષા વિસ્તારમાં ભરતી કરવાની અનુમતિ આપી દેવામાં આવી છે જેથી કરીને સાચી દિશામાં લેવામાં આવેલ ખુબજ મોટો નિર્ણય છે. મહિલાઓ માટે કડક કાનૂન બનાવનાર દેશમાં મહિલાઓ માટે નિર્ણય લેવામાં આવતા લોકો તેની ખુબજ પ્રશંસા કરી રહ્યા છે.

(7:36 pm IST)