દેશ-વિદેશ
News of Friday, 4th October 2019

અમેરિકામાં ઈ-સિગરેટના કારણે 18 લોકોના મૃત્યુ થતા અરેરાટી: 1હજારથી વધુ બીમાર

નવી દિલ્હી: અમેરિકામાં સિગરેટના ઉપયોગના કારણે સંભવત:ફેફસા ને ખરાબ અસર પડવાના કારણોસર અત્યારસુધીમાં 18 લોકો મોતને ભેટ્યા છે તેમજ તેનાથી દર્દીઓની સંખ્યા પણ 1080ની થઇ ગઈ છે. અમેરિકી સ્વાસ્થ્ય પ્રાધિકારીઓએ વાતની માહિતી આપી હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

         એક સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ગયા અઠવાડિયાએ  275 ઘટના સામે આવી હતી  અને  એમ કુલ આંકડો 1080ને વટી ગયો હોવાનું માલુમ પડી રહ્યું છે. સિગરેટની અસર વ્યક્તિના મગજ પર પણ પડી શકે છે.

(7:35 pm IST)