દેશ-વિદેશ
News of Friday, 4th October 2019

૧૦ મિનિટમાં પ૦ પમ્પકિન પાઇ ઝાપટી ગયા આ બહેન

ન્યુયોર્ક તા. ૪ :.. ખાવાનું આમ તો જીવન ટકાવી રાખવા માટેની જરૂરીયાત ગણાય, પરંતુ કેટલાક લોકો પ્રોફેશનલ ઇટિંગ પણ કરતા હોય છે. મતલબ કે ખાવાનું અને બહુબધું ખાઇને લોકોને હરાવવા એ તેમનો ધંધો જ હોય છે. તાજેતરમાં દસમી વર્લ્ડ પમ્પકિન પાઇ ઇટિંગ કોન્ટેસ્ટ કલેરેન્સમાં યોજાઇ હતી, જેમાં કેલિફોર્નિયામાં રહેતાં મોલી શાયલર નામનાં બહેને સ્પર્ધા જીતીને નવો રેકોર્ડ બનાવ્યો હતો. બહેને દસ મિનિટમાં પ૦ પાઇ આરોગી લીધી હતી. આ પહેલાં ર૦૧૭ માં તેણે જ ૪૮ પાઇ ખાઇને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો, જે આ વખતે તેણે જ તોડયો હતો. આ બહેને સ્પર્ધા જીતવાનું ઇનામ અને રેકોર્ડબ્રેક પર્ફોર્મન્સ એમ બેઉ માટે કુલ દોઢ હજાર પાઉન્ડ એટલે કે લગભગ ૧.૦૬ લાખ રૂપિયા કમાયાં હતાં. નવાઇની વાત એ છે કે આટલું બધું ઝાપટનારાં બહેન જાડિયાપાડિયા નહીં પણ સાવ પાતળાં છે.

(11:39 am IST)