દેશ-વિદેશ
News of Thursday, 4th October 2018

બાળકો વારંવાર માંદા કેમ પડે છે ? કેમકે તેમની ઇમ્યુન-સિસ્ટમ ભુલક્કડ હોય છે

નવી દિલ્હી તા ૪ : તમે જોયુંહોય તો નવજાત શિશુઓ વારંવાર માંદા પડી જાય છે. વારંવાર ઇન્ફેકશન લાગી જાય, તાવ આવી જાય કે શરદી થાય એ સામાન્ય ગણાય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના આંકડા મુજબ ત્રીજા ભાગના બાળકોનું કારણ ચેપી રોગ હોય છે. અમેરિકાના ન્યુયોર્કમાં આવેલી કોર્નલ યુનિવર્સિટીના ઇમ્યુનોલોજિસ્ટનું કહેવું છે કે બાળપણમાં ઇમ્યુન-સિસ્ટમ ભુલકકડ હોવાથી આવું થાય છે. સામાન્ય રીતે કોઇ પણ બાહ્ય જંતુનો હુમલો થાય તો તરત જ શરીરની રોગપ્રતિકારક શકિત સક્રિય થઇ જતી હોય છે, પરંતુ બાળકોમાં હજી રોગપ્રતિકારક શકિત વિકાસના તબક્કામાં હોય છે અને કયારે શું રિસ્પોન્ડ કરવું એ બાબતની મેમરી ઇમ્યુન સિસ્ટમમાં બરાબર સેટ નથી હોતી. એને કારણે બાળકો બહુ સરળતાથી ચેપી રોગનો ભોગ બની જાય છે. આ બાબત બાળકોને માંદા પાડવા માટેનું કારણ ગણાય છે, પરંતુ આ જ બાબતને કારણે તેમની ઇમ્યુન-સિસ્ટમનેવેકિસન દ્વારા કેળવી પણ શકાય છે. પુખ્ત થયા પછી જો કોઇનેતે તે રોગમાટેની રસી આપવામાંં આવે તો રોગ પ્રતિકારક શકિત કેળવાય એવી સંભાવનાઓ બહુ પાંખી હોય છે. પરંતુ બાળપણમાં રસી આપવામાં આવે તો નબળી મેમરી ધરાવતી રોગપ્રતિકારક શકિત હોવાથી રસીની અસર વધુ સારી થાય છે.

(3:43 pm IST)