WWEમાં આ બે શ્વાને પોતાની આવડતથી દર્શકોને ચોંકાવી દીધા
નવી દિલ્હી: WWE માં કેટલાય એવા રેસલર્સ છે જે પોતાના દાવ અને સ્ટાઈલ માટે લોકોમાં ખૂબ જ મશહૂર થયા છે. પણ અમુક રેસલર્સ એવા પણ છે, જે રિંગમાં તેમની એન્ટ્રીનો અંદાજ ખૂબ જ અનોખો છે. જેમાં અમુક રેસલર્સ એવા પણ છે. જે જાનવરોને લઈ રિંગમાં પહોંચતા હોય છે. મોકો જોઈ જાનવરોથી વિરોધીઓ પર હુમલો કરાવતા હોય છે. તો આવો જાણીએ આવા રેસલર્સ વિશે. જૈક દ સ્નેક રોબર્ટ્સ, નેવુના દાયકામાં આ નામ ખૂબ જ પ્રખ્યાત હતું. WWEની રિંગમાં જૈકની એન્ટ્રી થતાં લોકોમાં ઉત્સાહ વધી જતો હતો. જેનું સૌથી મોટુ કારણ એ છે કે, તે અજગર અને કોબરા લઈને આવતો હતો. જૈકે ઘણી વાર પોતાના વિરોધીઓ પર કોબરા છોડ્યો હતો. બાદમાં બેભાન અવસ્થામાં રેસલર્સને હોસ્પિટલમાં લઈ જવો પડતો હોય છે.
23 ઓક્ટોબર 2000ના દિવસે સ્કોટ સ્ટાઈનરે તમામ દર્શકોને ચોંકાવી દીધા હતા. હકીકતમાં તે એક વાઘને લઈ રિંગમાં એન્ટ્રી કરી હતી. જેને જોઈ દર્શકો હૈરાન થઈ ગયા હતા. નામ બદલવા માટે પ્રખ્યાત રેસલર્સ મૈટ ઓસબોર્ન ઉર્ફ બિગ જોશ રેસલિંગની દુનિયામાં જાણીતુ નામ છે. નેવુના દાયકાામં બિગ જોશ રીંછ સાથએ રિંગમાં ઉતરતો હતો. મોટા ભાગે તે રિંગમાં જોકર બનીને આવતો હતો.