દેશ-વિદેશ
News of Saturday, 4th August 2018

દુનિયાની આખોમાં ધૂળ નાખે છે ઉત્તર કોરિયા :પરમાણુ કાર્યક્રમો રાખ્યા યથાવત :યુએન

સમુદ્રમાં ગેરકાયદે રીતે પેટ્રોલિયમ ઉત્પાદનોનું સ્થળાંતર કરીને પ્રતિબંધોનું કરે છે ઉલ્લંઘન

 

ઉત્તર કોરિયા દુનિયાની આંખમાં ધૂળ નાખી રહયું છે ,કિમ જોંગે હજુ પણ પોતાના પરમાણુ કાર્યક્રમો ચાલુ રાખ્યા છે,સંયુક્ત રાષ્ટ્રે પોતાના એક અહેવાલમાં વાતનો ડર બતાવતા કહ્યું કે ઉત્તર કોરિયા સમુદ્રમાં એક સંબરીનમાં ગેરકાયદે રીતે પેટ્રોલિયમ ઉત્પાદનોનું સ્થળાંતર કરીને પ્રતિબંધોનું ઉલ્લંઘન કરી રહયું છે

   સુરક્ષા પરિષદને મોકલાયેલી 62 પાનાની એક રિપોર્ટમાં સંયુક્ત રાષ્ટ્રની વિશેષ સમિતિએ કોલસો,લોખંડ,સી-ફૂડ,અન્ય ઉત્પાદનોની નિકાસ કરવા પર ઉત્તર કોરિયા પર લાગેલ પ્રતિબંધના ઉલ્લંઘનની યાદી આપી છે જેમાં કિમ જોંગનું શાસન લાખો ડોલરનું રાજસ્વ મેળવી રહ્યું છે

   રિપોર્ટમાં કહેવાયું છે કે પ્યોંગયાંગે પોતાના પરમાણુ ને મિસાઈલ કાર્યક્રમ બંધ કર્યા નથી,2018માં એક સબમરીનથી બીજા સબમરીનમાં ગેરકાયદે રીતે પેટ્રોલિયમ ઉતપદનો અને કોલસાનું સ્થળાંતરણ વધારીને સુરક્ષા પરિષદના પ્રસ્તાવોને અવગણના કરી રહયું છે

  તેમાં કહેવાયું છે કે સમુદ્રના વચ્ચે ઉત્તર કોરિયાની ટેન્કોમાં પેટ્રોલિયમ ઉત્પાદન ભરવું પ્રતિબંધોથી બચવાની પ્રાથમિક રીત છે કામમાં 40 સબમરીન અને 130 કંપનીઓ સામેલ છે

  સમિતિના અહેવાલ મુજબ ઉત્તર કોરિયા પ્રતિબંધિત વસ્તુઓનની નિકાસ કરીને સતત પોતાની આવક વધારી રહયું છે લોખંડ અને સ્ટીલ જેવી વસ્તુઓનું ભારત,ચીન અને અન્ય દેશોમાં નિકાસ કરીને ઓક્ટોબરથી માર્ચ સુધીમાં 1,4 અબજ ડોલર આવક કરી છે

   અત્રે ઉલેલ્ખનીય છે કે જૂનમાં અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન વચ્ચે ઐતિહાસિક શિખર વાર્તા થઇ હતી તેમાં કિમ જોંગ ઉને કોરિયાઈ દ્વીપમાં પરમાણુ નિઃશસ્ત્રીકરણ કરવા પ્રતિબદ્ધતા દર્શાવી હતી

  બીજીતરફ અમેરિકાના વિદેશમંત્રી માઈક પોમ્પીઓએ ઉત્તર કોરિયા પર દબાણ બનાવી રાખવા માંગ કરી છે  તેઓએ કહ્યું કે અંતિમ લક્ષ્ય હાસિલ કરવા માટે ઉત્તર કોરિયા પર કૂટનીતિક અને આર્થિક દબાણ બનાવી રાખવું જરૂરી છે

(10:59 pm IST)