દેશ-વિદેશ
News of Wednesday, 4th July 2018

રાતે વિડિયો-ગેમ રમવાની આદત ધરાવનારા ત્રણ કલાક મોડા સૂએ છે

નવી દિલ્હી, તા.૪: યંગ જનરેશનમાં સ્માર્ટફોન પર વિડિયો-ગેમ રમવાનું પ્રમાણ વધી ગયું છે એને કારણે તેમને ઊંઘ ઓછી મળે છે. મોટા ભાગે ઘરની લાઇટસ ઓફ થઇ જાય અને બધા જ સૂઇ જાય એ પછી પણ જુવાનિયાઓ તેમના મોબાઇલને મચેડયા કરતા હોય છે.ે અમેરિકાની યુનિવર્સિટી ઓફ ટેકસસના પ્રોફેસરોએ ૧૪ થી ૨૯ વર્ષની વયના ૯૬૩ ગેમર્સનો સ્ટડી કર્યો હતો. તેમણે એક વીકમાં કેટલા કલાક વિડિયો-ગેમ રમી, કયા સમયે રમી, કઇ ગેમ રમી વગેરેનો ડેટા એકઠો કર્યો હતો. આ ડેટાના વિશ્લેષણમાં તારવાયું હતું કે ૩૬ ટકા ગેમર્સે રાતના સમયે જ વિડિયો ગેમ રમવામાં સૌથી વધુ સમય ફાળવ્યો હતો. એક વીકમાં લગભગ ચારથી પાંચ રાત તેમણે સરેરાશ અઢીથી ત્રણ કલાક વિડિયો-ગેમ રમવામાં ગાળી હતી. રાતે અપૂરતી ઊંઘ મળતી હોવાને કારણે દિવસે ઊંઘરેટાપણું અને સુસ્તી અનુભવનારા ગેમર્સનું પ્રમાણ લગભગ ૬૭ ટકા જેટલું હતું. રાતના સમયે ગેમ રમવાની આદત જબરૂ વ્યસન પેદા કરનારી અને કમ્પલ્સિવ હોય છે અને એને છોડવાનું ૨૬ ટકા ગેમર્સને બહુ અઘરૂ લાગે છે. (૨૩.૧૬)

(3:32 pm IST)