દેશ-વિદેશ
News of Friday, 4th June 2021

કોરોના મહામારીના કારણોસર રોજગારી પર પડનાર પ્રભાવ પર સંયુક્ત રાષ્ટ્રએ આપી ચેતવણી

નવી દિલ્હી: કોરોના મહામારીનાં કારણે રોજગારી પર પડનાર પ્રભાવ સંયુકત રાષ્ટ્રે ચેતવણી આપી છે કે દુનિયાભરમાં બેરોજગારીનું સંકટ વધશે. ખરેખર તો આંતર રાષ્ટ્રીય શ્રમ સંગઠને એક રિપોર્ટ બુધવારે રજુ ર્ક્યો હતો.જેમાં જણાવાયું છે કે મહામારીની અસર આગામી વર્ષે પણ રહેશે અને તેના પગલે 20 કરોડ લોકો બેરોજગાર થવાની આશંકા છે. હાલ 10.8 કરોડ કામદારો 'ગરીબ અથવા અત્યંત ગરીબ'ની કેટેગરીમાં આવી ગયા છે.

સંયુકત રાષ્ટ્રની શ્રમ એજન્સી આંતર રાષ્ટ્રીય શ્રમિક સંગઠન (આઈએલઓ)રિપોર્ટમાં કહેવાયુ છે કે મહામારીથી રોજગાર બજાર પર અસર થઈ છે. રિપોર્ટમાં જણાવાયું છે કે 2020 માં કુલ કામકાજી સમયમાં પણ નુકશાન જોવામાં આવ્યું જે 8.8 ટકા છે સમય 25.5 કરોડ પૂર્ણકાલીન શ્રમિકનાં એક વર્ષ સુધી કામ કરવાને બરાબર છે.રિપોર્ટનું માનવીએ તો મહામારીથી ઉત્પન્ન બેરોજગારીની સમસ્યા 2021 માં 7.5 કરોડ સુધી પહોંચી જશે. જયારે 2022 માં તે 2.3 કરોડે પહોંચી જશે.

(5:19 pm IST)