દેશ-વિદેશ
News of Monday, 4th June 2018

લાકડાની ચમચી કે સ્ટિકથી આઇસ્ક્રીમઙ્ગખાવાનું હેલ્થ માટે સારૂ નથી

લંડન તા ૪ : પ્લાસ્ટિકની ચીજોનો વપરાશ ઓછો કરવા માટે લાકડાની ડિસ્પોઝલ કટલરી તરફ વળતા હોય તો જરા થોભી વિચારવું પડેએમ છે. અમેરિકાના નિષ્ણાંતોનું કહેવુ છે કે, વુડન કટલરી કયારેક જોખમી ઇન્ફેકશન ફેલાવી શકે છે. ખાસ કરીને કોઇપણ સ્વીટ વાનગી ખાતી વખતે ધ્યાન રાખવું જોઇએ. આઇસ્ક્રીમ, યોગર્ટ, ટોફી, પેસ્ટ્રી કે અન્ય કોઇ પણ ડિઝર્ટ લાકડાની સ્ટિક કે ચમચી વડે ખાવાનું સ્વાસ્થય માટે જોખમી બની શકે છે એવું અમેરિકાના રિસર્ચરોનું કહેવું છે. કેલિફોર્નીયા યુનિવર્સિટીના નિષ્ણાંતોનું કહેવુ છેકે વુડન કટલરીમાં ખુબ પોચુ લાકડુ વપરાયુ હોય છે.પોચા લાકડાની સપાટી પર બહુ સરળતાથી બેકટેરિયા જમા થઇને રહી શકે છે. એમાં પાછું કેન્ડી, ટ્રોફી કે આઇસ્ક્રીમની સ્વીટસને મળે છે. આ ચીજો લાંબો સમય પ્રિઝર્વ થાય એ માટેફ્રિજમાં મુકી રાખવામાં આવે છે. આવા સંજોગોમાં લાકડાની સ્ટિક પર પ્રાણઘાતક બેકટેરિયા પનપવાની શકયતાઓ ખુબજ વધી જાય છે. મતલબ કે લાકડાની ચમચીથી આઇસક્રીમ, શ્રીખંડ, જુસ કે અન્ય કોઇપણ મીઠી વાનગી ખાવી સ્વાસ્થય માટે ઠોક નથી.

(4:22 pm IST)