દેશ-વિદેશ
News of Monday, 4th June 2018

લીંબુ દ્વારા મેળવો સુંદરતા

બધી છોકરીઓને સફેદ અને બેદાગ ત્વચા ગમતી હોય છે. તેના માટે ઘણા પ્રયાસો કરતી હોય છે. પરંતુ તેનાથી વધુ ફરક પડતો નથી. કોઈ પણ વસ્તુ ચહેરાને પ્યોર વ્હાઈટ સ્કીન નથી આપી શકતી. તો જાણી લો એ વસ્તુ વિશે જેનાથી ચહેરો ખીલી ઉઠશે.

૧. લીંબુ એક સુંદર બ્યુટી પ્રોડકટ છે. સુંદરતાને નીખારવા માટે વર્ષોથી લીંબુનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં ભરપૂર માત્રામાં નેચરલ બ્લીચ હોય છે. લીંબુ કોઈ પણ પ્રકારના ડાઘ-ધબ્બાને દૂર કરવામાં મદદરૂપ થાય છે. તેના ઉપયોગથી ડેડ સ્કિન સાફ થઈ જાય છે અને ત્વચામાં કેટલીય નવી કોશીકાઓનું નિર્માણ થાય છે. ત્વચા ઉપર લીંબુનો રસ લગાવવાથી સુંદર અને સાફ થઈ જાય છે.

૨. જો તમારા ચહેરા પર દાઝની સમસ્યા છે તો એક સ્ટ્રોબેરી, એક કીવી અને એક અખરોટને લઈ પીસી લો. હવે તેમાં થોડુ ગુલાબજળ મિકસ કરી ચહેરા પર લગાવો. સૂકાઈ ગયા બાદ ચહેરાને ઠંડા પાણીથી સાફ કરી લો. અઠવાડીયામાં બે વાર આવુ કરવાથી દાઝની સમસ્યા દૂર થઈ જશે.

 

(10:22 am IST)