દેશ-વિદેશ
News of Monday, 4th June 2018

આખુ વર્ષ સરળતાથી મળી રહેતા કાચા પપૈયાના ફાયદા વિશે જાણો

પપૈયુ એક એવુ ફળ છે, જેને તમે આખુ વર્ષ ખાઈ શકો છો. તેને ખાવાની કોઈ ખાસ સીઝન નથી હોતી. સામાન્ય રીતે લોકો પાકા પપૈયાનું સેવન કરે છે પરંતુ, તમે ઈચ્છો તો કાચા પપૈયાને પણ તમારા આહારમાં સામેલ કરી શકો છો. તે પણ તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારૂ છે. તો જાણી લો કાચા પપૈયાથી થતા ફાયદા વિશે.

. કાચુ પપૈયામાં વિટામીન સી અને તેની સાથે કેટલાય તત્વ હોય છે, જે શરીરમાં વિટામીનની ખામીને દૂર કરે છે.

. જો તમે ડાયાબીટીશના દર્દી છો તો તમે કાચા પપૈયાનું સેવન કરો. તે રકતમાં શુગરની માત્રા ઓછી કરે છે અને ઈંસુલીનની માત્રાને વધારે છે. તેનાથી ડાયાબીટીશ કંટ્રોલમાં રહે છે.

. તમને જાણીને નવાઈ લાગશે પણ તે મોટાપાની સમસ્યાને દૂર કરવામાં પણ મદદરૂપ છે. તેમાં સક્રીય ઈંજામીન હોય  છે, જે ઝડપથી ફેટ બર્ન કરવામાં મદદ કરે છે. તેનાથી શરીરમાં જમા થયેલ વધારાનો ફેટ નીકળી જાય છે. તેથી તમે દરરોજ કાચા પપૈયાનું સેવન કરો.

(10:22 am IST)