News of Friday, 4th May 2018
અમેરિકાના ટેનેસી મોલમાં ગોળીબારીમાં 1નું મોત
નવી દિલ્હી: અમેરિકાના ટેનેસી પ્રાંતમાં એક વ્યવસાયિક મોલમાં થયેલ ગોળીબારીમાં ઓછામાં ઓછા એક વ્યક્તિનું મોત નીપજ્યું છે જે બાદ આખી બિલ્ડિંગને ખાલી કરાવી દેવામાં આવી છે સમાચાર એજન્સી સિન્હુઆ દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ગુરુવારના રોજ નેશવિલના ઓપ્રિ મિલ્સ મોલમાં બે લોકો વચ્ચે ઝઘડો થતા થયેલ અંધાધુંધ ગોળીબારીમાં એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે ઘટના અંગે પોલીસને જાણ થતા તેને ઘટનાસ્થળેથી હુમલાખોરની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવામાં આવી રહ્યું છે.
(6:38 pm IST)