દેશ-વિદેશ
News of Saturday, 4th April 2020

ચીનમાં આજ રોજ 3 મિનિટનું મૌન પાળીને શોક જાહેર કરવામાં આવ્યો

નવી દિલ્હી: ચીનમાં સૌથી પહેલા કોરોના વાયરસના કેસ નોંધાયા હતા અને ત્યારબાદ બાદ કોરોનાએ ચીનમાં 3,300 કરતા વધુ લોકોનો જીવ લીધો હતો. ત્યારે કોરોનાના કારણે મોતને ભેટેલા દર્દીઓ અને મેડીકલ સ્ટાફની યાદમાં ચીનમાં શનિવારે સવારે ત્રણ મિનિટનું મૌન પાળવામાં આવ્યું. આ સાથે ઠેકઠેકાણે ચીનના રાષ્ટ્રધ્વજને અડધી કાઠીએ ફરકાવાવમાં આવ્યો.

દુનિયાની સૌથી વધુ આબાદી ધરાવતા આ દેશમાં સાયરન અને કારના હોર્ન વાગવાના કારણે માર્ગો પર લોકો અને ટ્રાફિક વ્યવહાર થંભી ગયો હતો. ચીનમાં આ જીવલેણ સંક્રમણ બિમારીના કારણે મોતને ભેટેલા લોકોની યાદમાં શોક દિવસ મનાવવામાં આવ્યો હતો. આ મૌનમાં દેશની જનતાની સાથે સાથે મેડીકલ સ્ટાફ, પોલીસ, સેના અને નેતાઓ પણ જોડાયા હતા. જે લોકો જ્યાં હતા તેમણે ત્યાં જ ઉભા રહીને ત્રણ મિનિટનુ મૌન પાળ્યું હતુ. આ આયોજનમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને અન્ય ચીની નેતાઓ પણ સામેલ થયા હતા.

(5:40 pm IST)