દેશ-વિદેશ
News of Thursday, 4th February 2021

અમેરિકી સ્પેસ એક્સ કંપનીને લાગ્યો મોટો ફટકો:રોકેટ બન્યું દુર્ઘટનાનું શિકાર

નવી દિલ્હી: અમેરિકાના ઉદ્યોગપતિ અલોમ મસ્કની ખાનગી અંતરિક્ષ કંપની સ્પેસએકસના બુલેટ આકારના સ્ટારશીપ રોકેટ મંગળવારે લેન્ડીંગ દરમિયાન દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયુ હતુ.આ દુર્ઘટનાથી અમેરિકી સ્પેસ કંપનીનો ચંદ્ર અને મંગલ મિશનમાં એક મોટો ઝટકો લાગ્યો છે. બે મહિનામાં અમેરિકી અંતરિક્ષ કંપનીને આ બીજો ઝટકો લાગ્યો છે. બે મહિના પહેલા સ્ટારશીપ રોકેટનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું પણ પરીક્ષણ દરમિયાન તેમાં વિસ્ફોટ થઇ ગયો હતો. લોન્ચીંગ બાદ લેન્ડીંગ દરમિયાન તેની ગતિ વધી ગઇ હતી. અને જમીન પર ટકરાયા બાદ તે આગનો ગોળો બની ગયું હતું.

(5:46 pm IST)