News of Monday, 4th February 2019
આવક વધારવા માટે પાકિસ્તાન ચીનને ગધેડાની નિકાસ કરશે
એક અહેવાલ મુજબ પાકિસ્તાન આવક વધારવા માટે ચીનને ગધેડાની નિકાસ કરશે. અને પ્રથમ ત્રણ વર્ષમાં ૮૦૦૦૦ ગધેડાની નીકાસ કરવાની યોજના છે. પાકિસ્તાન દુનિયાભરમા ગધેડાની સૌથી મોટી આબાદી વાળો ત્રીજો દેશ છે. ચીનમાં ગધેડાના ઉંચા ભાવ છે. કારણ કે ત્યાં ગધેડાના ચામડામાંથી જીલેટીન બને છે અને તેનો ઉપયોગ પારંપરિક દવાઓ બનાવવા માટે કરવામા આવે છે.
(10:33 pm IST)