દેશ-વિદેશ
News of Thursday, 4th January 2018

હિલેરી કલીન્ટનના ન્યુયોર્ક સ્થિત નિવાસે આગ લાગતા અફડાતફડી

ન્યુયોર્ક : અમેરિકાના પુર્વ રાષ્ટ્રપતિ બિલ કલીન્ટન અને ર૦૧૬ની ચૂંટણીમાં ડેમોક્રેટીક ઉમેદવાર હિલેરી કલીન્ટનના ન્યુયોર્કના ચપાકવા સ્થિત નિવાસે આગ લાગવાની ઘટના બની છેઃ આગ લાગી ત્યારે કલીન્ટન દંપતિ ઘરમાં ન હતુઃ આગને ફાયર ફાઇટરે કાબુમાં લઇ લીધી હતીઃ આગનું કારણ જાણી શકાયુ નથીઃ કલીન્ટને ૧૯૯૯માં ૧૦ લાખ ૭૦ હજાર ડોલરમાં આ બંગલો ખરીદ્યો હતો જે ન્યુયોર્કથી ૬૪ કિ.મી. દુર છે

(11:34 am IST)