દેશ-વિદેશ
News of Wednesday, 3rd January 2018

સોશ્યલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે 'વિરુષ્કા'નો રસ્તા પર જોરદાર ડાન્સ કરતો વિડીયો : આપ પણ માણો...

મુંબઈ : તાજેતરમાં વિરાટ અને અનુષ્કાનો એક નવો વિડિઓ સોશ્યલ મીડિયામાં આવ્યો છે અને બન્નેના ચાહકોમાં ઘૂમ મચાવી રહ્યો છે. વિડીયોમાં બન્ને જાહેર રસ્તા પર જોરદાર ડાન્સ કરતા દેખાય છે. જો કે આ વિડિયોના ચોક્કસ સમયની ખબર પડતી નથી પણ એવું માનવામાં આવી રહ્યું છે કે આ વિડીયો તેઓ બન્નેના લગ્ન પહેલાં ન્યૂયોર્ક શહેર - અમેરિકાનો છે.

એવું માનવામાં આવે છે કે આ વિડીયો તે વખતનો છે જ્યારે અનુષ્કા ન્યૂ યોર્કમાં આઈફા  એવોર્ડ્સ માટે ગઈ હતી અને વિરાટ પણ વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ પહેલાં થોડો સમય તેની સાથે પસાર કરવા માટે અમેરિકા પહોચ્યો હતો.

(4:57 pm IST)