દેશ-વિદેશ
News of Wednesday, 3rd January 2018

ચીનમાં પહાડની ટોચ પર ફલોટિંગ મ્યુઝિયમ

બીજીંગ તા. ૩ : ફલોટિંગ ગ્લાસ બ્રિજ જેવા આશ્ચર્યકારક સ્થાપત્યો બાંધવામાં ચીન આજકાલ વિશ્વમાં અગ્રગણ્ય છે, પણ હવે અહી ફલોટિંગ મ્યુઝિયમ બાંધવામાં આવ્યું છે.

સાઉથ ચીનના હાઇવેઇ કેન્યનમાં ઉંચા પહાડો છે અને એમાં એક સ્થળે એક ખાંચો હતો આ ખાંચો પ૪૧ ફીટના પહાડની ટોચ પર હતો અને ત્યાં મ્યુઝિયમ બાંધવાનો વિચાર ચીનમાં જન્મેલા ૪૪ વર્ષના આર્ક્રિટેકટ હે વેઇને આવ્યો. તેણે એક વર્ષના સમયગાળામાં મ્યુઝિયમ બાંધ્યું છે.

જેમાં મોટા ભાગે ગ્લાસનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ મ્યુઝિયમ બે માળનું છે અને એમાં ઉભા રહીને કેન્યનનો સુંદર નજારો જોવા મળે છે. આ મ્યુઝિયમને લાઇમસ્ટોન ગેલરી એવુ નામ આપવામાં આવ્યું છે. અને આજકાલએ લોકોમાં લોકપ્રિય બન્યું છે.

(5:35 pm IST)