દેશ-વિદેશ
News of Wednesday, 3rd January 2018

આ મહિલાને ત્રીજું નેત્ર છે ?

બેંગ્કોક તા.૩ : થાઇલેન્ડની એક યુવતીને કોસ્મેટીક સર્જરી કરાવવાનું ભારે પડી ગયું હતું. વાત એમ છે કે આ મહિલાનું નાક બરાબર ન હોવાથી તેણે એ સર્જરી દ્વારા સરખું કરાવવાનો ફેંસલો કર્યો. ડોકટરે તેને નાકમાં સિલિકોન ઇમ્પ્લાન્ટ બેસાડવાની સલાહ આપી. યુવતી માની ગઇ અને તેણે સર્જરી માટે હા પાણી દીધી. આ સર્જરી રિનોપ્લાસ્ટી તરીકે ઓળખાય છે અને એ સસ્તી છે

ઓપરેશન તો થઇ ગયું, પણ સમસ્યાની શરૂઆત હવે થવાની હતી. સર્જરી બાદ યુવતીને ઇન્ફેકશન થઇ ગયું અને જયાં સર્જરી કરાવેલી એ ભાગ સૂજી ગયો. આ ઓછું ન હોય એમ નાકામાં જે ઈમ્પ્લાન્ટ બેસાડવામાં આવેલું એ નાકની ઉપરથી એટલે કે બે આંખની વચ્ચેથી બહાર નીકળવાની શરૂઆત થઇ. એને જોઇને એમ જ લાગે તેને ત્રિનેત્ર ફુટયું છે. જયાં સર્જરી કરાવેલીએ ડોકટરે  તો મદદ કરવાની ના પાડી પાડી એટલે તે મુંઝાઇ ગઇ. તેણે સોશ્યલ મીડિયા પર પોતાના ફોટો સાથે આપવીતી લખી અને આવા ઓપરેશન પહેલા સાવચેતી લેવાની સલાહ આપી. છેવટે બેન્ગકોકનો એક પ્લાસ્ટિક સજર્યન તેને મળી ગયો જેણે એક પણ પૈસા લીધા વગર ઇમ્પ્લાન્ટને બહાર કાઢી આપ્યું.

(3:36 pm IST)