દેશ-વિદેશ
News of Wednesday, 3rd January 2018

ફિડેલ કેસ્ટ્રોના સિગાર બોકસની હરાજી થશે

લંડન તા. ૩ : કયુબાના ક્રાન્તિકારી લીડર ફિડેલ કેસ્ટ્રોના સિગાર બોકસનું ઓકશન કરવામાંં આવશે અને એના ર૦,૦૦૦ અમેરીકી ડોલર (આશરે ૧,ર૭,૦૦૦ રૂપિયા) ઉપજે એવી શકયતા છ.ે

લાકડાના આ બોકસમાં ર૪ સિગાર રહી શકે અને એના પર ફિડેલ કેસ્ટ્રોની સહી છે. આ ઉપરાંત એના પર કયુબાનું સરકારી સીલ પણ છ.ે

કેસ્ટ્રોએ આ સિગાર બોકસ એક સમાજસેવિકા અને દાતાને આપ્યું હતું. આ સમાજસેવિકાએ કહ્યું હતું કે એક વાર કેસ્ટ્રોને આ સિગાર બોકસ મને ભેટમાં આપવા મજાકમાં કહ્રયહ્યું હતું અને તેમણે મને એ આપી દીધું હતું. મેં તેમને એના પર હસ્તાક્ષર કરવા પણ કહ્યું હતું. તે માની ગયા હતા અને સહીકરી આપી હતી.

(3:36 pm IST)