દેશ-વિદેશ
News of Wednesday, 3rd January 2018

ટવિન સિસ્ટર્સના જન્મમાં ૧૮ મીનીટનો ફરક થવાથી મહિનો અને વર્ષ અલગ

ન્યુયોર્ક તા.૩ : કેલિફોર્નીયામાં મારિયા નામની ખેડુતની પત્નિ પ્રેગ્નન્ટ હતી અને ડિલીવરીની તા.ર૭ જાન્યુઆરી આપવામાં આવી હતી. જો કે ૩૧ ડિસેમ્બરે સાંજે સાત વાગ્યે તેને એકાએક લેબર-પેઇન શરૂ થતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. સોનોગ્રાફીમાં જાણ થઇ કે તેને ટવિન્સ છે. રાત્રે ૧૧.પ૮ કલાકે મારિયાએ એક બેબીને જન્મ આપ્યો અને ૧૮ મીનીટ બાદ બીજા બેબીને જન્મ આપ્યો, પણ આમા મોટી દિકરીનો જન્મ ર૦૧૭ના ડિસેમ્બરમાં જયારે નાની દિકરીનો જન્મ ર૦૧૮ના જાન્યુઆરીમાં થયો. આમ ૧૮ મીનીટના ડિફરન્સમાં બંને બાળકીના જન્મના મહિના અને વર્ષ બદલાઇ ગયા. ગયા વર્ષે અમેરિકામાં આવા ચાર કિસ્સા નોંધાયા હતા.

(3:35 pm IST)