દેશ-વિદેશ
News of Friday, 3rd December 2021

લો બોલો, સૌથી મોટા અવાજે ઓડકાર ખાવાનો વર્લ્ડ રેકોર્ડ

આ અગાઉ બ્રિટનના પોલ હન્નના નામે ૧૦૯.૯ ડેસિબલનો મોટા અવાજે ઓડકાર ખાવાનો રેકોર્ડ હતો

સીડની : ઓસ્ટ્રેલિયાના નેવિલ શાર્પે લગભગ એક દસકા કરતાં વધુ સમયથી કાયમ રહેલો સૌથી મોટા અવાજે ઓડકાર ખાવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. આ અગાઉ બ્રિટનના પોલ હન્નના નામે ૧૦૯.૯ ડેસિબલનો મોટા અવાજે ઓડકાર ખાવાનો રેકોર્ડ હતો, જે લગભગ ૧૨ વર્ષ પહેલાં સેટ કરાયો હતો. નેવિલ શાર્પે ૨૯ જુલાઈએ ઓસ્ટ્રેલિયાના ઉત્ત્।રીય વિસ્તારમાં ડાર્વિન ખાતે ૧૧૨.૪ ડેસિબલનો ઓડકાર ખાધો હતો, જેનો અવાજ લગભગ ઇલેકિટ્રક ડ્રિલ કે ટ્રોમબોન જેટલો મોટો હતો.

(10:09 am IST)