દેશ-વિદેશ
News of Thursday, 3rd December 2020

સ્પેનની અજીબોગરીબ ઘટના:ડોક્ટરની એક ભૂલના કારણોસર જાનવર જેવા દેખાવા લાગ્યા બાળકો

નવી દિલ્હી: સ્પેનની એક એવી અજીબોગરીબ ઘટના સામે આવી છે જેના વિશે જાણીને સહુ કોઈને અચરજ લાગી જાય તેમ છે અહીંયા એક ડોક્ટરની ભૂલના કારણોસર ઘણા બાળકો જાનવર જેવા દેખાવા લાગ્યા છે તેમના શરીર પર એટલા બધા વાળ આવી ગયા છે જેને જોઈને સહુ કોઈ ડરી જાય. કહેવાય રહ્યું છે કે સ્પેનના ડોક્ટરોએ બાળકોને પેટ દર્દ અને ગેસની દવા આપી હતી પરંતુ તેની આડઅસર બાળકોના શરીર પર ખુબજ ભયાનક રીતે થઇ છે.

          વધુમાં મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે સ્પેનમાં હાલમાં એક એવા બાળકની ફોટો વાયરલ થઇ રહી છે જેમાં પર જાનવર જેવા થઇ ગયા છે. કહેવાય રહ્યું છે કે આ બાળકોએ પેટદર્દ અને ગેસની દવા લીધી હતી. આવી એક ઘટના નથી પરંતુ અનેક બાળકોમાં આ સમસ્યા જોવા મળી રહી છે.

(6:27 pm IST)