દેશ-વિદેશ
News of Thursday, 3rd December 2020

અમેરિકામાં કોરન્ટાઈનનો સમય ઘટાડીને 10 દિવસનો કરવામાં આવ્યો

નવી દિલ્હી:યુએસ સેંટર ફોર ડીઝીઝ કંટ્રોલ એન્ડ કોવીડ-19 સંક્ર્મણ દરમ્યાન કોરન્ટાઇન કરનાર સમયને લઈને પોતાના દિશા-નિર્દેશોને સંશોધિત કર્યા છે હવે કોરન્ટાઇન રહેવાની સમય મર્યાદા 14દિવસથી ઘટાડીને 10 દિવસની કરી દેવામાં આવી છે તેમ છતાં તે દર્દીની તપાસ અને તેના લક્ષણો પર આધારિત રહેશે।

       વધુમાં મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે જો કોઈ દર્દીઓમાં કોઈ પણ પ્રકારના લક્ષણ જોવા નથી મળતા તો તેમને ટેસ્ટ વગર માત્ર 10 દિવસ  જ કોરન્ટાઇન થવાનું રહેશેઅને જો ટેસ્ટ નેગેટિવ આવે તો આ અવસ્થામાં સમયાવધિ ઘટાડીને માત્ર 7 દિવસની કરી દેવામાં આવશે।

(6:26 pm IST)