દેશ-વિદેશ
News of Thursday, 3rd December 2020

ઓએમજી......દુનિયાનું સૌથી મોટું એન્ટેના નષ્ટ થયું

નવી દિલ્હી: વિશ્વના સૌથી પાવરફૂલ ટેલિસ્કોપનો નાશ થઇ ગયો હોવાના ચોંકાવનારા સમાચાર મળ્યા હતા. અત્યાર સુધી પૂરી દુનિયાને એસ્ટેરોઇડ્સ અને એલિયન્સની ખબર આપતું આ ટેલિસ્કોપ હવે રહ્યું નથી. ગયા મહિને આ એન્ટેનાનો એક કેબલ તૂટી પડ્યો હતો. મંગળવારે એન્ટેનાનો આખો ટાવર ધરાશાયી થઇ ગયો હતો. આ એજ ઓબ્ઝર્વેટરી છે જ્યાં જેમ્સ બોન્ડની ગોલ્ડન આઇ ફિલ્મનું શૂટિંગ પણ થયું હતું. આર્સિબો ઓબ્ઝર્વેટરી તરીકે ઓળખાતું આ ટેલિસ્કોપ પુએર્ટો રિકોમાં ગોઠવવામાં આવ્યું હતું અને એ આખી દુનિયાને મિટિયોર્સ, એસ્ટેરોઇડ્સ અને એલિયન્સની માહિતી પૂરી પાડતું હતું. એનું સંચાલન એના ડી મેંડેસ યુનિવર્સિટી, નેશનલ સાયન્સ ફાઉન઼્ડેશન અને યુનિવર્સિટી ઑફ ફ્લોરિડા મળીને કરતાં હતાં. આ ઓબ્ઝર્વેટરીમાં 1007 ફૂટ બે ઇંચ વ્યાસ ધરાવતું એક એન્ટેના હતું જે અંતરીક્ષમાં બનતા બનાવોની જાણકારી સમગ્ર વિશ્વને પૂરી પાડતું હતું. આ એન્ટેનામાં એલ્યુમિનિયમની બનેલી 40 હજાર પેનલ્સ કાર્યરત હતી. એ આર્સિબો રાડાર તરીકે ઓળખાતી હતી.

(6:25 pm IST)